મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

GDS

  ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023, 10 પાસ પર 30041 ગ્રામીણ ડાક સેવક ની આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 : પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા 30041 ગ્રામીણ ડાક સેવક (GDS) , બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની ભરતી માટે નવીનતમ જાહેરાત કરવામા આવી છે. લાયક ઉમેદવારો માટે ઈન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન પોર્ટલ indiapostgdsonline.gov.in પર 3 ઓગસ્ટ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી શેડ્યૂલ-II (જુલાઈ 2023) 10 પાસ ઉમેદવારો માટે 30041 ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે . ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 ને લગતી તમામ વિગતો નીચે આપેલ છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023  ભરતી સંસ્થા ભારતીય ટપાલ વિભાગ પોસ્ટનું નામ GDS/ BPM/ ABPM જાહેરાત નં. ઇન્ડિયા પોસ્ટ GDS ખાલી જગ્યા 2023 ખાલી જગ્યાઓ 30041 પગાર / પગાર ધોરણ 30 હજાર જોબ સ્થાન સમગ્ર ભારત અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 લાગુ કરવાની રીત ઓનલાઈન શ્રેણી ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline .gov.in ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ ટેલિગ્રામ ગ્રુપ

ચંદ્રયાન-3

 

ચંદ્રયાન-3 પૃથ્વીની આગળની ભ્રમણકક્ષામાં પહોંચ્યું:ઈસરોએ કહ્યું - અવકાશયાન યોગ્ય કંડિશનમાં છે; હજુ 4 વખત ઓર્બિટ બદલાશે

બેંગ્લોર2 કલાક પહેલા
        ભ્રમણકક્ષામાં વધારો કરવાની પ્રક્રિયા બેંગલુરુમાં ISROના ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) ખાતે હાથ ધરવામાં આવી હતી. - Divya Bhaskar
ભ્રમણકક્ષામાં વધારો કરવાની પ્રક્રિયા બેંગલુરુમાં ISROના ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) ખાતે હાથ ધરવામાં આવી હતી.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વૈજ્ઞાનિકોએ શનિવારે ચંદ્રયાન-3ની પ્રથમ ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એટલે કે ચંદ્રયાન હવે પૃથ્વીની આગામી અને મોટી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આ પ્રક્રિયા બેંગલુરુ ખાતે ISROના ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી. 31મી જુલાઈ સુધી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા વધુ 4 વખત કરવામાં આવશે.

ઈસરોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'ચંદ્રયાન-3 સંપૂર્ણપણે યોગ્ય સ્થિતિમાં છે. આ યાન એવા ઓર્બિટ (ભ્રમણકક્ષા)માં છે, જે પૃથ્વીથી તેના સૌથી નજીકના બિંદુએ 173 કિલોમીટર અને તેના સૌથી દૂરના બિંદુએ 41,762 કિલોમીટરના અંતરે છે.

આ યાન લોન્ચિંગના 16 મિનિટ બાદ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું હતું
ઈસરોએ 14 જુલાઈના રોજ બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ચંદ્રયાનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી LVM3-M4 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. લોન્ચિંગની 16 મિનિટ બાદ ચંદ્રયાનને સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાવામાં આવ્યું હતું. આ ભ્રમણકક્ષા જ્યારે પૃથ્વીની સૌથી નજીક હતી ત્યારે 170 કિલોમીટર અને જ્યારે સૌથી દૂર હતી ત્યારે 36,500 કિલોમીટરના અંતરે હતી.



લોન્ચિંગની 16 મિનિટ બાદ ચંદ્રયાન-3ને રોકેટ દ્વારા પૃથ્વીની કક્ષામાં પહોંચાડવામાં આવ્યું હતું.

લેન્ડર અને રોવર 23 ઓગસ્ટે ચંદ્ર પર ઊતરશે
ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું કે જો બધું યોજના મુજબ ચાલ્યું તો યાન 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્ર પર ઊતરશે. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે.

પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે શોધી કાઢશે. તે ચંદ્રની જમીનનો પણ અભ્યાસ કરશે.

ભારત આમ કરનાર ચોથો દેશ બની જશે
જો સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળે છે એટલે કે મિશન સફળ થાય છે તો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. યુએસ અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઊતર્યા તે પહેલાં અનેક અવકાશયાન ક્રેશ થયાં હતાં. 2013માં ચાંગ ઈ-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે.

ચંદ્રયાન-3 આદિપુરુષ ફિલ્મના બજેટ કરતા સસ્તું
પ્રક્ષેપણ ખર્ચ વિના ચંદ્રયાન-3નું બજેટ આશરે રૂ. 615 કરોડ છે, જ્યારે તાજેતરની ફિલ્મ આદિપુરુષનું બજેટ રૂ. 700 કરોડ હતું. એટલે કે ચંદ્રયાન-3 આ ફિલ્મની કિંમત કરતાં લગભગ 85 કરોડ રૂપિયા સસ્તું છે. આના 4 વર્ષ પહેલાં મોકલવામાં આવેલ ચંદ્રયાન 2ની કિંમત પણ 603 કરોડ રૂપિયા હતી. તેના લોન્ચિંગ પર 375 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ