વૈશિષ્ટિકૃત
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
બિપોરજોય ચક્રવાત
બિપોરજોય વાવાઝોડુ ક્યારે આવશે? કયા જિલ્લાઓને અસર થશે? પવનની ગતિ કેટલી હશે? જાણો સંપૂર્ણ માહિતી
આગાહી મુજબ ગુજરાત ઉપર તોફાનનો ખતરો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી ચક્રવાત સિસ્ટમ ધીમે ધીમે તીવ્ર બની રહી છે. ડિપ્રેશનની રચના થયા પછી, તે વધુ મજબૂત અને હિંસક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી શકે છે અને 115 થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આવો જાણીએ બિપોરજોય વાવાઝોડું ક્યાં આવવાની શક્યતા છે અને પવન કેટલો ઝડપી રહેશે?
બિપોરજોય વાવાઝોડુ
અરબી સમુદ્રમાં હાલમાં ડિપ્રેશન સર્જાયું છે અને હવે દેશનું હવામાન વિભાગ આ વાવાઝોડાની અસર કયા-કયા વિસ્તારોમાં થશે તેની આગાહી કરી રહ્યું છે. હાલની આગાહી મુજબ ડીપ્રેશન દક્ષિણ પોરબંદરથી 1160 કિમીના અંતરે આવેલ છે. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્ર પરની સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
બિપોરજોય ચક્રવાત સિસ્ટમ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં સ્થિત છે અને ગોવાના દક્ષિણપશ્ચિમમાં છે અને ગોવાથી તેનું અંતર લગભગ 920 કિમી છે. જ્યારે તે મુંબઈથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 1120 કિમીના અંતરે છે. આ ઉપરાંત, તે અરબી સમુદ્રમાં પોરબંદરથી 1160 કિમી અને કરાચીથી 1520 કિમીના અંતરે દરિયાઈ પ્રણાલીમાં સ્થિત છે.
હવામાન વિભાગ દ્વારા તેજ ગતિએ આંધી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં તારીખ 6થી 10 સુધીમાં પવનની ગતિ 125 કિલોમીટર સુધી જવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું દેશના દરિયા કિનારા પર આવશે તેની અસર ગંભીર થઈ શકે છે. જોકે, હજુ સુધી આ પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. પરંતુ તેના પર નજર રાખવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં પશ્ચિમ મધ્ય તથા દક્ષિણમાં પવનની ગતિ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની સાથે જ સ્પીડ વધતી જશે. જે આજે 45-45 કિલોમીટર રહીને આગામી સમયમાં 125 સુધી વધી શકે છે. 6 તારીખે પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં સિસ્ટમની અસર થવાની શકયતાઓ રહેલી છે.
બિપોરજોય વાવાઝોડાની સ્થિતિ જાણો
7 જૂને વાવાઝોડું ફૂંકાશે અને પવનની ઝડપ દરિયા કિનારે 65-75 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને 100 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠે પવનની ઝડપ 40-50 રહેવાની શક્યતા છે.
બિપોરજોય ચક્રવાતની સ્થિતિ વિશે વાત કરીએ તો, 8મી જૂને પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક સુધી વધે તેવી શક્યતા છે. જેના કારણે દેશના પશ્ચિમ ભાગમાં આવેલા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે
બિપોરજોય વાવાઝોડાના અનુસંધાને ફેલાતી ખોટી અફવાઓથી સાવધાન રહો, અને નીચે આપેલ લિંક પર ક્લિક કરી તમે જાતે જ વાવાઝોડાનું લાઈવ લોકેશન જોતાં રહો.
9 મી જૂને અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વધુ મજબૂત થવાથી પવનની ગતિ 95-105 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આંધી ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. આ દરમિયાન પણ કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયા કાંઠા પર તેની વ્યાપક અસર જોવા મળી શકે છે અને ત્યાં 60 kmph ની ગતિ સાથે પવન ફૂંકાઈ શકે છે.
10 મી જૂને દરિયામાં વાવાઝોડું બનવાની શક્યતાઓ દેખાઇ રહી છે જોકે, આ મુદ્દે હવામાન વિભાગ સતત વાતાવરણ પર નજર રાખી રહ્યું છે. આ તારીખે પવનની ગતિ 115-125 કી.મી. પ્રતિકલાક સુધી જઈ શકે છે અને તેના કારણે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળશે.
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો